નમસ્કાર,
અધિક માસ અથવા પુરુષોત્તમ માસ એટલે શું?
હિંદુ પંચાંગ મુજબ લગભગ ૩૨.૫ મહિના પછી આવતા વધારાના મહિનાને અધિક માસ અથવા પુરુષોત્તમ માસ કહે છે. તેનો ઉદ્દેશ ચંદ્ર અને સૌર પંચાંગને જોડવાનો છે.
ચંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે ઠરાવાય છે. માસ નિર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચંદ્ર વર્ષ સૂર્ય વર્ષ (સૌર વર્ષ કરતાં ૧૦ દિવસ ૨૧ કલાક અને ૨૦ મિનિટ ૩૫ સેકન્ડ) નાનું છે. આ તફાવત વધીને ૩૦ દિવસનો થવા આવે ત્યારે એક ચંદ્ર માસ વધારી બન્નેનો મેળ રાખવામાં આવે છે. (Ref. of Wikipedia)
મિત્રો, આપના મનમાં પ્રશ્ન થશે કે, Yuva Talksમાં વળી તે આધ્યાત્મિક વાત ને શું સંબંધ હશે.? તો મિત્રો અપને જણાવી દઉં તો આધ્યાત્મિકતા એજ આપની સંસ્કૃતિનો પાયો છે, એ જ ક્યાંક આપના હિંદુત્વની મોટામાં મોટી તાકાત છે અને આપનો સૌથી મોટો વારસો છે. આ વિષયને લઈને એક પ્રસંગ જરૂર થી જણાવીશ.
પ્રસંગ :
એક ખુબજ ધનિક પરિવાર હતો, તે પરિવારમાં વડીલ સ્વરૂપ દાદાજી રેહતા હતા. સમાજમાં દાદાજી ખુબજ માનનીય અને આગળ પડતા હતા. તેમના પરિવારમાં કે સમાજમાં કોઇપણ સુખ કે દુઃખ નો પ્રસંગ હોય તે હરહમેંશ આગળ પડતા રેહતા અને સમાજના તમામ રીતરીવાજો જાણતા હતા.
આજ પ્રસંગમાં જો આપને યુવાનોને સાથે જોડીએ તો ક્યાંક તેઓ આ પ્રકારની બાબતો ને શીખવામાં રસપ્રદ નથી દાખવતા, કાં તો તેમની માટે આ બધી બાબત શીખવી વધુ મહત્વની નથી. અથવાતો ઘણા એવું વિચારે છે કે, આ બધી વસ્તુ પૈસા ખર્ચતા એની આપ મેળે થઇ જાય છે.
આવુજ ક્યાંક આ દાદાજીના પરિવારના પુત્રો નું માનવું હોય છે. અને વાસ્તવમાં જયારે દાદાજી નું અકાળે મૃત્યુ થાય છે, ત્યારે આજ બાળકો ને શું કરવું ? શું ન કરવું? એવી પરિસ્થિતિમાં મુકાય છે. કારણ માત્ર એટલુજ છે કે સમાજના બધા રીતિરીવાજો પૈસા દ્વારા ખરીદી શકતા નથી. તે તો આવા પ્રસંગ માં જવાથી, જોવાથી અને ભાગ લેવાથીજ સમજાય છે. આપનો યુવાન તો માત્ર party પ્રસંગ માં મને છે અને એના જ રીતરીવાજો જાણે છે. આ પુત્રોને જયારે તેમની પરિવારના બહારના લોકો બધી વિધિ,પ્રણાલી કરાવે છે ત્યારે ક્યાંક અંશ માત્ર તેમને આ બાબતની અનુભૂતિ થાય છે, પરંતુ તે અનુભૂતિ માત્ર ૧૨ દિવસ પુરતી જ હોય છે. રોજ આવા પ્રસંગ હોતા નથી માટે આવી અનુભૂતિ નો ત્યારબાદ ખ્યાલ આવતો નથી.
મિત્રો, જણાવા એટલુજ માંગું છુ કે જો આપના માં સંસ્કાર, આધ્યાત્મિકતા, આપણા તેહવારો ની સમજ, સામાજિક કાર્યો ની સમજણ હશે તો વારસામાં આપને આપના બાળક ને આપી શકીશું, સમાજમાં કોઈ પણ પ્રસંગ માં મદદરૂપ થઇ શકીશું.કારણ કે આ બાબતો પૈસા દ્વારા નથી મેળવી શકાતી.
આશા રાખું છે કે, યુવાઓ આ બાબતની ગંભીરતા ને સમજશે. અંતે અધિક માસ અથવા પુરુષોત્તમ માસની શુભેચ્છા.
ધન્યવાદ.
આપનો,
મયુર ગોસ્વામી

