Thursday, 17 September 2020

About Yuva Talks

નમસ્કાર,

જય હિંદ, જય ભારત સાથે જાણવાનું કે,

"આજ રોજ ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મ દિવસ છે. સૌ યુવાઓ તરફથી આપશ્રી ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ."

    ઘણાં સમયથી યુવા માટે કોઈ પ્લેટફોર્મ બનાવવાનો વિચાર હતો, જ્યાં યુવાઓ પોતાના વિચારો સ્વતંત્રતાથી મૂકી સકે, ચર્ચા કરી શકે અને જો જરૂર જણાય તો દેશ સેવા માટે તત્પરતાથી આગળ પણ આવી શકે. યુવાનોના બુદ્ધિક્ષમતા ની જો વાત કરીએ તો જીવનકાળ દરમિયાન યુવાનીનો સમયમાત્ર એવો છે જ્યાં તેમના મનમાં અને મસ્તિસ્કમાં હજારો વિચારો જન્મ લે છે અને મૃત્યુ પામે છે. ક્યાંક એવા વિચારોને બહાર લાવાનું કામ એટલે Yuva Talks છે. ક્યાંક આવાજ રચનાત્મક  વિચારો જે દિવસ દરમિયાન જન્મ લે છે તેમને આગળ વાચા આપવાનું કામ આપડે આ   Yuva Talks Blogspot પરથી કરવા જઈ રહ્યા છે. આશા છે આપ સૌ ને Yuva Talks રસપ્રદ બનાવશે, મદદરૂપ થશે અને જરૂરથી દેશહિત માટે ઉપયોગી બનશે.



આજ રોજ ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૦માં  જન્મ દિવસ પર આપના Yuva Talks ની આપણે શરૂઆત કરતા આંનંદની લાગણીનો અનુભવ થાય છે. જય હિંદ, જય ભારત, ભારત માતા કી જય.

 આપનો,

મયુર ગોસ્વામી. 

No comments:

Post a Comment

અધિક માસ અથવા પુરુષોત્તમ માસ

 નમસ્કાર, અધિક માસ અથવા પુરુષોત્તમ માસ એટલે શું? હિંદુ પંચાંગ  મુજબ લગભગ ૩૨.૫ મહિના પછી આવતા વધારાના મહિનાને  અધિક માસ  અથવા  પુરુષોત્તમ માસ...